અમરેલીના સાવરકુંડલામાં એક સિનિયર સિટીઝનને કૂતરું કરડ્યું હોવાના કારણે તેમને સરકારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સીનિયર સિટીઝને સારવાર લીધા બાદ ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ આપી છે અને સીનિયર સિટીઝનની ફરિયાદના આધારે સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાને સિનિયર સિટીઝનને વળતર આપવા બાબતે એક નોટિસ ફટકારવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર સાવરકુંડલા શહેરમાં હર્ષદ જોશી નામના સિનિયર સિટીઝન તેમના પરિવારની સાથે રહે છે. હર્ષદ જોશી થોડા દિવસો પહેલા રસ્તા પર ચાલીને જતા હતા તે સમયે રસ્તા પર રખડતા શ્વાન દ્વારા હર્ષદ જોશીને બચકું ભરવામાં આવ્યું હતું. રખડતા કૂતરાએ બચકુ ભર્યુ હોવાના કારણે હર્ષદ જોશીને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલની સારવાર લીધા બાદ હર્ષદ જોશીએ સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા મંડળમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તેથી ગ્રાહક સુરક્ષા મંડળે સાવરકુંડલા નગરપાલિકાને નોટીસ ફટકારી છે અને તેમાં હર્ષદ જોશીને વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદી એક સિનીયર સિટીઝન છે અને જ્યારે તે સાવરકુંડલાની બજારમાંથી પોતાના ઘરે ચાલીને જતા હતા ત્યારે તેમને શ્વાન કરડી જતા તેઓ નીચે પડી ગયા હતા. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. તો નાગરિકોની સુખાકારીની જવાબદારી નગરપાલિકાની છે અને આ જવાબદારી પણ નગરપાલિકામાં આવે છે. રખડતા ઢોર, શ્વાન, મચ્છર વગેરેથી નાગરિકોનું રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. એટલે પાલિકાને નોટિસ કરી જાણ કરવાની કે, આ નોટિસ મળ્યાના 15 દિવસમાં ફરિયાદીને થયેલી યાતના માનસિક ત્રાસ અને થયેલા ખર્ચમાં વ્યાજ સહિતની રકમ ચૂકવવામાં આવે.અને જો આમ કરવામાં નહીં આવે તો ફરિયાદીને મળતા કાયદાથી અધિકારો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે, આ નોટિસ મળ્યા બાદ સાવરકુંડલા નગરપાલિકાના અધિકારીઓ અને શાસકો દ્વારા સિનિયર સિટીઝનને વળતરની ચુકવણી કરવામાં આવે છે કે, પછી વળતર ન મળતાં સિનિયર સિટિઝન દ્વારા પોતાને મળતા કાયદા અનુસાર પાલિકા સામે લડત ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.