લો બોલો હવે… 4 મહિના પહેલાં મૃત્યુ પામેલાં વડોદરાનાં વૃદ્ધાએ આજે લીધી રસી..

કોરોનાકાળમાં તંત્રની વધુ એક બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવી રહયાં છે. આજે વધુ એક ગજબ કિસ્સો સામે આવ્યો છે.વાધોડિયા ખાતે રહેતાં વૃધ્ધનું આજથી લગભગ ૪ મહિના પહેલાં હાટઁ એટેકથી નિધન થયું હતું.

ત્યારે તેમણે કિશનવાડી કોમ્યુનિટી હોલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોક લીધો હોવાનો મેસેજ મૃતકના પુત્રને આવતાઓ ચોંકાવનારો કિસ્સો બન્યો હતો.

https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s

આજે મૃતકનાં પુત્રને તેના મોબાઈલમાં પર રસીકરણનો મેસેજ આવ્યો હતો. જેમાં તેમના મૃત પિતાએ તા.૦૯મી સપ્ટેમ્બરનાં રોજ રસીનો બીજો ડોઝ લીધો હોવાનું સટીઁફિકેટ હતું. જે જોઈને મૃતકનો પુત્ર પણ ચોંકી ઉઠ્યો હતો. પિતા હયાત નથી તો રસી કેવી રીતે લીધી ? તે પ્રશ્રને લઈને પુત્ર મૂંઝાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.