અરે.. આ મંદિરમાંથી ૭૫ વષઁ જુની લાપસી મળી. પ્રસાદી તો હમણા તાજી બની હોય તેવો ચમત્કાર. જાણો કયાં મંદિરમાં બની આ ધટના..

શ્રધ્ધા અને વિશ્ચાસ હોય તો પુરાવાની જરુર પડતી નથી. પરંતુ આજે કળિયુગમાં ચમત્કાર વગર નમસ્કારને કોઈ માનતું નથી.

અંજાર તાલુકાના ખેડોઈ ગામે એક અદભુત ધટના ધટી હતી. ખેડોઈ ગામમાં પટેલ વાસમાં લક્ષ્મીનારાયણ ચોકમાં ૭૫ વષઁ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલું છે. ત્યાં એક ચમત્કારિક ધટના બની છે.

જેનું શિખર જજઁરિત થતાં વિધિવાન સાથે ગઈકાલે તા.૮.૯.૨૦૨૧નાં રોજ હોમ હવન સાથે નવું શિખર બનાવવા માટે જૂના શિખરો હટાવવામાં આવ્યાં હતાં. તેમાં જૂનો તાંબાનો સિક્કો નિકળ્યો હતો. તેમાં મંદિર કયા વખતે અને કઈ તારીખે બનાવેલ છે. તેનો ઉલ્લેખ જેવા મળ્યો હતો.નવાઈની વાત તો એ છે કે તે સિક્કાની નીચે ૭૫ ,વર્ષ જૂની લાપસીની પ્રસાદી મળી હતી.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

આ પ્રસાદી ને જોતા ખ્યાલ આવે કે જાણે પ્રસાદી હમણાં જ તાજી બનાવેલી હોય તેવી ધીની સુગંધ આવે છે. ઈશ્ચરની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કરામત સમજો કે ભાવિક ભક્તો લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલી પ્રસાદને આરોગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.