કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા છ મહત્ત્વપૂર્ણ નિર્ણયો
કેબિનેટે એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટમાં ઐતિહાસિક સંશોધનને મંજૂરી આપી ઃ ખેડૂતો હવે કોઇ પણ સ્થળે વધુ કીંમત આપનારન પોતાની વસ્તુ વેચી શકશે
કેન્દ્રીય કેબિનેટની અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે કેબિનેટે એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટમાં ઐતિહાસિક સંશોધનને મંજૂરી આપી દીધી છે.
આ સંશોધનને પગલે એગ્રીકલ્ચર પ્રોડયુસર માર્કેટ કમિટી(એપીએમસી)ના બંધનોમાંથી મુક્ત થઇ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ કરવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન જાવડેકરે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેદ્ર મોદી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટમાં સંશોધનને મંજૂરી મળી જતાં ખેડૂતો હવે કોઇ પણ સ્થળે વધુ કીંમત આપનારન પોતાની વસ્તુ વેચી શકશે.
તેમણે જણાવ્યું હતું કે એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટને કારણે રોકાણમાં અવરોધ ઉભો થતો હતો. અનાજ, તેલ, દાળ, ડુંગળી, બટાકા, તેલિબિયા જેવા કૃષિ ઉત્પાદનોને આવશ્યક વસ્તુ અધિનિયમના દાયરામાંથી બહાર કરવામાં આવ્યા છે. હવે ખેડૂત પોતાની ઇચ્છા વસ્તુઓમનો સંગ્રહ કરી શકે છે અને વેચાણ કરી શકે છે.
જાવડેકરે જણાવ્યું છે કે ખેડૂતો ૫૦ વર્ષથી આ માગ કરી રહ્યાં હતાં. સરકાર વન નેશન, વન માર્કેટની દિશામાં આગળ વધશ અને આ માટે પણ કાયદો ઘડવામાં આવશે. આ ઉપરાંત કોઇ નિકાસકાર, કોઇ નિકાસકાર, કોઇ પ્રોસેસર અથવા કોઇ ઉત્પાદક છે તો તેને કૃષિ ઉપજ પરસ્પર સમજૂતી હેઠળ વેચવાની સુવિધા આપવામાં આવશે. આ નિર્ણયથી એક પુરવઠા ચેન ઉભી થશે. ભારતમાં પ્રથમ આવો પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ ફાર્માકોપિયા કમિશનની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલયની ગાઝિયાબાદની બે પ્રયોગશાળાઓને પણ તેમાં મર્જ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ સેલની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ભારત રોકાણકારો માટે વધુ આકર્ષક અને અનુકુળ દેશ બનશે. અઆ ઉપરાંત દેશમાં રોકાણને આકર્ષવા માટે કેબિનેટ સચિવના પ્રમુખ પદે હાઇ લેવલ એમ્પાવર્ડ ગુ્રપની રચના કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.