પાટણ ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં એક બફાટ કર્યો છે. દિનેશ બાંભણિયાને બિનઅનામત બાબતેની લડાઈ બંધ કરવા માટે ખૂલ્લી ધમકી આપી છે. તેમને કહ્યું છે કે, ન્યાય નહીં મળે તો ગામડામાં દૂધની બરણીઓ હેઠી પડશે અને સ્કૂટર સળગશે.
નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, પણ જો આંખ ફાંટી તો બેટા મારા લૂગડાં રહેવા નહીં દઈએ સમજી લો તો સારી વાત છે. ભાઈ દિનેશ બાંભણિયાને વિનંતી કરું છું કે, તમારી સરકાર છે, તમે લીડર છો અને તમારી પાસે પૈસા છે એટલે થોડી ચરબી ઓછી કરો ગરીબ અને પછાત સમાજને ન્યાય મળે છે એટલે મળવા દો. કદાચ તમે અમને ન્યાય નહીં આપો તો ગામડામાં દૂધની બરણી હેઠી પડશે, સ્કૂટર સળગશે અને પછી તમારા અને અમારા હાલ દૂધ પીધા જેવા છે. તમે અમને છંછેડ-છંછેડ કરશો તો મધપૂડો છેડ્યા બરાબર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.