આણંદમાં આરોગ્ય વિભાગે મરેલા વ્યક્તિને તંત્રએ વેક્સિનનો બીજો ડોઝ આપી દીધો!
કોરોનાને નાથવા માટે તંત્ર ધ્વારા રસીકરણ કાર્યક્રમો યોજીને વધુ ને વધુ લોકો વેક્સિન લે તે માટે ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આણંદમાં દોઢ માસ અગાઉ મૃત્યુપામેલા 72 વર્ષના વૃધ્ધના મોબાઇલ પર મેસેજ મળ્યો કે તમને વેક્સિનનો બીજો ડોઝ સફળતા પૂર્વક થઇ ગયો છે. તેનું પ્રમાણપત્ર વેબાસાઇટ પરથી મેળવી શકો તેવો મેસેજ વાંચાત પરિવારજનો ચોકીં ઉઠયા હતા.આરોગ્ય વિભાગે શરતચુકથી મેસેજ થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું.
મોબાઇલમાં મેસેજ આવતા પરિવારજનો ચોંક્યા;
આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર પંચાલ હોલ પાછળ આવેલી પુનિતપાર્કમાં રહેતા શારદા ઇગ્લીશ મિડીયમ સ્કુલ પ્રાથમિક શાળાના આચાર્ય રાવજીભાઇ છોટાભાઇ પટેલનું તા 23 માર્ચ 2021નો રોજ મૃત્યુ થયું હતું.તેઓ વેક્સિન નો પ્રથમ ડોઝ 3જી માર્ચે સવારે 11.28 કલાકે નહેરૂબાગ પીપી યુનિટમાં પ્રથમ ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.ત્યારબાદ તેઓનું બિમારીને કારણે મોત નિપજયું હતું.28મીમેના રોજ રાવજીભાઇ પટેલના મોબાઇલ નંબર પર સવારે 10.35 કલાકે વેક્સિનનો બીજો ડોઝ મુકાવી દીધી હોવાનો સ્કસેશ ફુલ મેસેજ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.