- આણંદ, વિદ્યાનગર અને પેટલાદ શહેરની સંગઠનની રચાના બાદ પાર્ટીના કાર્યકરોમાં આંતરીક અસંતોસ તરીને સપાટી ઉપર આવ્યો છે. જેમા સૌથી વધુ ડેમેજ અપસેટ પેટલાદમાં ભાજપ માટે સર્જાયું છે. જેમાં નિમણુકોની જાહેરાત થતાની સાથે જ જુથ વાદની ઉધય બહાર આવતા જ પાર્ટીના જુના જોગીઓમાં નારાજગી પ્રવર્તી છે. સાથે સાથે જિલ્લા પ્રમુખની રેસમાં અનેક નેતાઓ વચ્ચે આંતરીક ખેચતાણ ને કારણે પ્રદેશ કક્ષાએથી નિમણુક કરવી પણ મુશ્કેલી સર્જાય તેવુ ચિત્ર ઉપસ્યું છે. એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે પાર્ટીના નેતાઓ બંધ બારણે પ્રક્રિયા કરતા હોય જ્યારે નામ જાહેર થાય ત્યારે જ અમોને ખબર પડે છે.
- ભાજપની સંગઠન મંડલની રચનાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગત સત્તાએ આણંદ શહેર તાલુકો, વિદ્યાનગર, બોરીયાવી, સોજીત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ અને ઓડ શહેર ની સાથે સાથે તાલુકાઓમાં ખંભાત, તારાપુર, સોજીત્રા, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, ના પ્રમુખ મહામંત્રી ના પદે નવનિયુક્તિઓ કરવામાં આવી છે. જેમાં આણંદ શહેરમાં પ્રમુખ પદના દાવેદાર હીમેશ મુખીને પાલિકામાં કારોબારી કમિટીના અધ્યક્ષ પદે સત્તારૂઢ હોવાનું કારણ આગળ ધરીને સંગઠનથી દુર રાખવામાં આવ્યા છે.
- જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં બાબાભાઇના ઇશારે પાલિકાના કારોબારી કમિટીના ચેરમેન મિતેશ પટેલને પ્રમુખ પદે નિમણુક કરી છે. ત્યારે શીસ્તબંધ ગણાતી પાર્ટીમાં નિમણુકના નિયમો વ્યક્તિ-વ્યક્તિ એ અલગ અલગ હોવાનું ફલિત થયું છે. શૈક્ષણિક નગરીમાં માત્ર પાર્ટી એક જ વ્યક્તિના ઇશારે પોતાને મન ફાવે તે રીતે પોતાને અનુકુળ હોય તેવા વ્યક્તિની પસંદગી ના મુદ્દે અનેક ચર્ચાઓ ઉભી છે. તેવીજ રીતે પેટલાદ શહેરમાં પુર્વ મંત્રી સી.ડી પટેલ અને હેમંત પટેલ જુથ વચ્ચે જાણેકે આરપારની લડાઇ કરાવાના મંડાણ મંડાયા છે. તેઓના પુત્રએ નિમ્નકક્ષાની ભાષાનો પ્રયોગ કરીને કાર્યકરને જેરીતે ધાક ધમકી આપી છે તે ઘટના એ જુથવાદની પોલ ખોલી છે. હોદ્દા મેળવવા કાર્યકરોમાં ધસામણ મચ્યું છે. ગ્રામીણ કક્ષાથી લઇને શહેર સુધીના નેતાઓ નો છેડો પકડીના ક્યાક ને ક્યાક ગોઠવણ પાર પાડવા કાર્યકરો રાત દિવસ એક કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.