Anant Ambani Radhika Merchant Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં ચાલી રહ્યું છે. એમાં દેશ વિદેશની હસ્તીઓ સામેલ થઇ છે. શનિવારે બીજા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંજે વિદેશી મહેમાનોના દેશી લુકે મહેફિલ લૂંટી હતી. ત્યારે કાર્યક્રમની અંદરની ફોટો બહાર આવી છે…અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો શનિવારે બીજા દિવસનું સેલિબ્રેશન થયું હતું. જામનગરમાં બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગની હાજરીએ સાંજને રોમાંચક બનાવી હતી. પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દેશી લુકમાં જોવા મળ્યા હતા.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન જામનગર પહોંચી ગયા હતા. બંને મુકેશ અંબાણીને મળ્યા હતા.અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં સ્મૃતિ ઈરાનીએ પણ હાજરી આપી હતી. સ્મૃતિ ઈરાની બિલ ગેટ્સ સાથે જોવા મળી હતી.સાન્યા નેહવાલે તેના પતિ સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. સાન્યા એથનિક અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.સચિન તેંડુલકર પણ તેની પત્ની સાથે પાર્ટીમાં સામેલ થયો હતો.રાની મુખર્જી અને સોનાલી બેન્દ્રે એકદમ રોયલ લુકમાં જોવા મળી હતી. રાનીએ રેડ કલરની સાડીમાં ધૂમ મચાવી હતી.સોનાલીએ બ્લેક આઉટફિટમાં તમામ લાઈમલાઈટ લૂંટી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.