ગણેશોત્સવનો પ્રારંભ 22 ઓગસ્ટથી શરૂ થઈ ચુક્યો છે. કોરોનાના સંકટ વચ્ચે ભક્તો પોતપોતાના ઘરે ભાવ પૂર્વક ભક્તિ કરી રહ્યા છે. દર વર્ષે તો બાપ્પાનો દરબાર અને ઠાઠમાઠ જોવા જેવા હોય છે. મોટા મોટા પંડાલો અને વિશાળ મૂર્તિ પ્રતિષ્ઠા જો કે આ વખતે ઘરે જ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી છે.
આ વખતે ગણેશ ચતુર્થીએ હસ્ત નક્ષત્ર હતુ જેને ખુબજ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્રમાં છે. આ યોગ દરમિયાન પૃથ્વી તત્વની રાશિ કન્યા રાશિ હતી આ અદ્ભૂત સંયોગને કારણે પૃથ્વી પર આવતા તમામ સંકટ ખતમ થઇ જશે. આઓ જાણીએ ભગવાન ગણેશના ક્યા મંત્ર જાપ કરવાથી થશે ફાયદો.
ગણપતિનો મુખ્ય મંત્ર
“ॐ ગં ગણપતયે નમ:”
ભગવાન ગણેશજીના આ મંત્ર જાપથી જીવનના તમામ વિધ્ન સમાપ્ત થઈ જશે.
ગણપતિનો ષડાક્ષર મંત્ર
” વક્રતુન્ડાય હૂં “ ખુબજ લાભદાયક છે. આ મંત્રથી કોઇ પણ કાર્યમાં બાધાઓ આવતી હોય તો ટળી જાય છે.
રોજગાર પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિ માટે મંત્ર
“ॐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા ।” મંત્ર જાપ કરો.
શીધ્ર વિવાહ માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્ર
“ॐ વક્રતુન્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા” મંત્ર જાપ કરો.
શીધ્ર વિવાહ માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્ર
“ॐ વક્રતુન્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા” મંત્ર જાપ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.