બોલિવૂડમાં પોતાના બોલ્ડ લૂક્સ અને ધમાકેદાર ડાન્સ માટે જાણીતી હીરોઈન મલાઈકા અરોડા લગભગ બે દિવસે તો કંઈક ચર્ચામાં હોય જ છે. ક્યારેક અર્જુન કપૂર સાથેના અફેરને લઈ તો ક્યારેક તેના કપડાંના કારણે. હવે ફરી એકવાર તે ટૂંકા કપડાંના કારણે લોકોના નિશાને ચડી છે.
આમ તો મલાઈકા ઘણીવાર બોલ્ડ લૂકમાં જોવા મળતી હોય છે પરંતુ આ વખતે તે માત્ર શર્ટ પહેરીને આઉટિંગ માટે નીકળી હતી. લોકોએ આ અવતાર જોઈને તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લોકોએ અભદ્ર કોમેન્ટ કરી છે.
મલાઈકાની આ તસવીર માનવ મંગલાની નામના પેજ પરથી શેર કરવામાં આવી છે. મલાઈકા રવિવારે ડિનર બાદ પોતાની બહેન અમૃતા અરોડાના ઘર બહાર સ્પોટ થઈ હતી. આ સમયે મલાઈકાએ સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો. તો મલાઈકાનો આ લૂક લોકોને પસંદ ન પડ્યો અને ઉધડો લઈ લીધો. એવી ઠેકડી ઉડાવી કે અભદ્ર કોમેન્ટ્સ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.