દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદે તેમના અમદાવાદ આશ્રમના કૌભાંડને કારણે ફરી વિવાદમાં છે. નિત્યાનંદ સ્વામી વિચિત્ર દાવાઓ કરવા માટે જાણીતો છે. અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આજે તેમની કાળી કરતૂત સામે આવ્યા બાદ નિત્યાનંદ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આશ્રમમાં યુવતીનો હાઇવોલ્ટેજ ડ્રામા પુરી થયા બાદ વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અમદાવાદની જાણીતી સંસ્થા અધંજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ત્રીજી આંખ હોવાનો દાવો કરી તેમના અનુયાયીઓ દ્વારા બાળકો પર એક્સપરીમેન્ટ કરવામાં આવ્યા હતા તેવો સનસનાટીભર્યો દાવો અંધજન મંડળે હાલ કર્યો છે. પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને કંઈક અજુગતું લાગતા બાળકોને બચાવી દેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં નિત્યાનંદની વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે. અમદાવાદની દિવ્યાંગો માટે કામ કરતી જાણીતી સંસ્થા અંધજન મંડળે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, થોડા સમય પહેલા અંધજનમંડળના 82 અંધ બાળકો પર નિત્યાનંદ સ્વામીના અનુયાપીઓએ એક પ્રયોગ કર્યો હતો. જેમાં અંધ બાળકોને ત્રીજી આંખનું કહી બાળકો પર પ્રયોગ કરાયો હતો. ત્રીજી આંખથી બાળકોને દેખતા કરવાનો પ્રયોગ આશ્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.