કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ આંદોલન દરમિયાન 11 ખેડૂતોના મોત થયા છે અને સરકારના પેટનુ પાણી હાલી રહ્યુ નથી.
રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, કૃષિ કાયદાને પાછા લેવા માટે હજી અમારા કેટલા ખેડૂત ભાઈઓની આહુતિ આપવી પડશે?
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ કહ્યુ હતુ કે, છેલ્લા 17 દિવસમાં 11 ખેડૂતો શહીદ થયા હોવા છતા બેફામ બની ચુકેલી મોદી સરકારનુ દિલ પીગળી રહ્યુ નથી.તેમણે સવાલ કર્યો હતો કે, સરકાર હજી પણ અન્નદાતાઓ સાથે નહીં પણ ધનદાતાઓ સાથે ઉભી છે.દેશ જાણવા માંગે છે કે, રાજધર્મ મોટો છે કે રાજહઠ મોટી છે.
ખેડૂતોના મોતનો હવાલો કોંગ્રેસે એક મીડિયા રિપોર્ટથી આપ્યો હતો.જેમાં કહેવામાં આવ્યુ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આકરી ઠંડીમાં આંદોલન કરતા ખેડૂતો બીમાર પડી રહ્યા છે અને આ પૈકીના 11 ખેડૂતોના મોત થઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.