આંદોલનકારી ખેડૂતો માટે અમેરિકાની શીખ NGOએ 200 પોર્ટેબલ ટોયલેટ અને ગીઝર મોકલ્યા

સરકારના નવા કૃષિ કાયદા સામે લડત આપી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોને મદદ કરવા માટે સંખ્યાબંધ લોકો આગળ આવ્યા છે.

તેમને વિદેશમાં રહેતા પંજાબી સમુદાયના લોકો પણ સહાય કરી રહ્યા છે.હવે અમેરિકાના બે શીખ એનજીઓ દ્વારા ખેડૂતો માટે 200 ટોયલેટ અને ગીઝર મોકલવામાં આવ્યા છે.દિલ્હીમાં આકરી ઠંડી પડી રહી છે અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી પહોંચી ચુક્યો છે.છતા ખેડૂતો હજી પણ આંદોલનમાંથી પાછળ હટવા માટે તૈયાર નથી.

દરમિયાન શીખ સંસ્થા ફ્રી મોન્ટના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ખેડૂતો જ્યાં ધરણા કરી રહ્યા છે ત્યારે પાયાની સુવિધાઓ નથી.એ બાબતને ધ્યાનમાં રાખીને અમે 200 પોર્ટેબલ ટોયલેટ અને ગીઝર ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા પણ પંજાબમાં એક પરિવારે લગ્ન પ્રસંગે આમંત્રિતોને ગિફ્ટની જગ્યાએ આંદોલન માટે રકમ ડોનેટ કરવા માટે અપીલ કરી હતી.આ રકમ ખેડૂત આંદોલન માટે આપવાની જાહેરાત કરી હતી.

આ સિવાય પણ ઘણી સંસ્થાઓ ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવી રહી છે.જેના કારણે દિલ્હી બોર્ડર પર ધરણા સ્થળે ભારે ચહલ પહલની સાથે લંગરો લાગેલા જોવા મળી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.