સગીરાની છેડતીની ફરિયાદ,અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી

અમદાવાદ શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈ ને સવાલો ઉભા થયા છે. નિકોલમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ બાદ કૃષ્ણનગર પોલીસ મથકે વધુ એક સગીરાએ છેડતીની ફરિયાદ નોધાવી છે.

આરોપી સગીરાની પાડોશમા રહેતો હતો અને સગીરાની છેડતી કરતો હતો. આરોપી સગીરાને બ્લેક મેલ કરતો અને ધમકી આપતો હતો કે તારો કપડા બદલતો વિડીયો મારી પાસે છે. તુ સંબંધ નહી રાખે તો વાયરલ કરી દઈશ. ઉપરાંત સગીરાએ જ્યારે આરોપીને વોટ્સએપ પર બ્લોક કર્યો ત્યારે પણ ધમકી આપી અનબ્લોક કરાવ્યો હતો.

આરોપી રચિતની ધરપકડ કરતા સામે આવ્યુ કે તેણે સગીરાનો વિડીયો અને મોબાઈલમા થયેલી ચેટ ડિલિટ કરી દીધી છે. પરંતુ પોલીસે મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી પુરાવા એકઠા કરી શકાય. ઉપરાંત આરોપી એ વિડીયો કેવી રીતે મેળવ્યો અને સગીરાને બ્લેકમેઈલ કરવા પાછળ અન્ય કોઈ હેતુ હતો કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે. આરોપીની ધરપકડ બાદ તપાસ કરતા તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.