કોલસાની (COAL) અછત વચ્ચે સૌરાષ્ટ્રમાં (SAURASHTRA) હજુ વીજ સંકટ (POWER CRISIS) યથાવત રહ્યું છે. જૂનાગઢ (JUNAGADH) અને વિસાવદર (VISAVADAR) જિલ્લા મહત્વ એક જ કલાક વીજળી મળે છે. જેના કારણે ખેડૂતોમાં (FARMERS) રોષ ફેલાયો છે. તેમાં પણ રાત્રે વીજળી આપતા જંગલી જાનવરોનો (WILD BEASTS) પણ ડર વચ્ચે ખેતરોમાં કેવી રીતે જવું તે ખેડૂતો માટે સમસ્યા બની ચૂકી છે.
રવી સીઝન વખતે જ પૂરતા પ્રમાણમાં વીજળી આપવા માંગ ઉઠી છે. એક બાજુ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી એવો દાવો કરે છે કે , ગુજરાતમાં વીજ સમસ્યા નથી. ખેડૂતોને પૂરતી વીજળી મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ ઉર્જામંત્રી કનુ દેસાઇ ને એવી રજૂઆત કરી હતી કે , વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧૭ દિવસથી એક જ કલાક વીજળી મળી રહી છે. વીજ ફિડરોમાં લોર્ડ સેટિંગ ના નામે એક જ કલાક વીજળી આવે. તેમાં ચાર કલાકનો લોર્ડ સેટીંગ આવે છે.
https://www.youtube.com/watch?v=ESduuLIfj04
હાલમાં ૧૦% કુવા-બોર આધારીત પિયતથી વીજ મોટરો ચાલી રહી છે. હવે ૧૨ દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર શરુ થશે. તે વખતે સો ટકાથી વીજ મોટરો ચાલુ થશે તે વખતે વિજળીનું સંકટ વધુ ધેરુ બને તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.