અનિલ અંબાણીએ રોકાણકારોને કર્યા માલામાલ, આપ્યું 3200 ટકાથી વધારેનું બમ્પર રિટર્ન..

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ પાવરનો શેર ગુરુવારે 5% વધીને રૂ. 37.97 થયો હતો. છેલ્લા સાડા ચાર વર્ષમાં કંપનીના શેરમાં 3200%થી વધુનો વધારો થયો છે.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર આ દિવસોમાં માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. રિલાયન્સ પાવરનો શેર ગુરુવારે 5 ટકાના અપર સર્કિટ સાથે રૂ. 37.97 પર પહોંચ્યો હતો. કંપનીના શેર 5 દિવસમાં 24% થી વધુ વધ્યા છે. રિલાયન્સ પાવરના શેરોએ ગુરુવારે તેમની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 3200%થી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 15.53 છે.

1 લાખમાંથી રૂ. 33 લાખથી વધુની કમાણી કરી

અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરના શેરે છેલ્લા સાડા 4 વર્ષમાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ, 2020 ના રૂ. 1.13 પર હતો. આ શેર 22 ઓગસ્ટ, 2024ના રૂ. 37.97 પર પહોંચી ગયા છે. કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રિલાયન્સ પાવરના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેર હજુ સુધી વેચ્યા ન હોય, તો આ શેરની વર્તમાન કિંમત રૂ. 33.60 લાખ થાય છે.

એક વર્ષમાં શેર 115% થી વધુ વધ્યા

છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 115% થી વધુનો વધારો થયો છે. 22 ઓગસ્ટ, 2023ના કંપનીના શેર રૂ. 17.39 પર હતા. રિલાયન્સ પાવરનો શેર 22 ઓગસ્ટ 2024ના રૂ. 37.97 પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રિલાયન્સ પાવરના શેરમાં 55 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 40%નો વધારો થયો છે.

અદાણી પાવર રિલાયન્સ પાવરનો પ્રોજેક્ટ ખરીદી શકે છે

અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર એક મોટી ડીલ માટે વાતચીત કરી રહી છે. અદાણી પાવરે 600 મેગાવોટનો બુટીબોરી થર્મલ પાવર પ્રોજેક્ટ ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે. આ પ્રોજેક્ટ એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર પાસે હતો. મિન્ટના અહેવાલમાં આ બાબતની જાણકારી ધરાવતા બે લોકોને ટાંકીને આ વાત કહેવામાં આવી છે. નામ ન આપવાની શરતે એક વ્યક્તિએ કહ્યું કે આ ડીલ 2400-3000 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ડીલની કિંમત 4-5 કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.