અમદાવાદમાં કોરોના દર્દીઓના મોત મામલે તંત્ર ફરી આંકડાની માયાજાળ રચતું હોવાનું સામે આવ્યું છે. દરરોજ જાહેર થતાં સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ 5 થી 7 દર્દીઓના મોત નિપજે છે.
અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના 24 થી 26 સ્મશાન આવેલા છે. ત્યારે દરરોજ કેટલા દર્દીઓ મોતને ભેટતા હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. બીજી તરફ સ્મશાનગૃહોને પણ કોવિડ પ્રોટોકોલ મુજબ થતી મૃતદેહોની અંતિમવિધિના આંકડા ન આપવા ઉપરી અધિકારીએ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં શબવાહિની ખૂટી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.થલતેજ સ્મશામાં એક જ એમબ્યુલન્માં બે મૃતદેહો લાવવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.