અન્નાની ચેતવણી: ખેડુતોના મુદ્દા નહી ઉકેલ્યા તો બેસશે ઉપવાસ પર

સમાજ સેવાક અન્ના હજારેએ સોમવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને એમએસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ કરવા સહિત જુદી-જુદી માંગોને પૂર્ણ કરવામાં નાકામ રહેલી કેન્દ્ર સરકાર સામે ઉપવાસ શરૂ કરવાની ચેતવણી આપી છે.

અન્ના હજારેની અન્ય માંગોમાં કૃષિ લાગત અને ભાવ આયોગ(MSP)ને સ્વાયત્તા આપવાનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ બુલંદ કરનારા હજારે ફેબ્રુઆરી 2019માં મહારાષ્ટ્રના અહમદનગરમાં પોતાના ગામ પાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેસ્યા હતા.

તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહે અન્ના હજારેને લેખિત ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર સ્વામિનાથન આયોગની ભલામણો અને અન્ય કૃષિ સંબંધિત માંગણીઓ અંગે ચર્ચા કરવા કેન્દ્ર સરકાર ઉચ્ચસ્તરિય સમિતિની રચના કરશે, જે બાદ તેમણે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો.

તોમરને લખેલા પત્રને હજારેના પત્રને પત્રકારો સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે રાધા મોહન સિંહના તે પત્રને પણ જોડ્યો, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે ઉચ્ચ સ્તરિય સમિતિ તેનો અહેવાલ તૈયાર કરશે અને 30 ડિસેમ્બર 2019 સુધીમાં રજૂ કરશે.

હજારેએ તોમરને લખેલા પત્રમાં કહ્યું કે, કેન્દ્રએ આશ્વાસન આપ્યું હતું કે માંગોને લઈને સમિતિના રિપોર્ટના આધાર પર યોગ્ય પગલાં ભરવામાં આવશે કારણ કે નક્કી તારીખ સુધી કંઈ નથી થયું તેથી હું પાંચ ફેબ્રુઆરી 2019ના રોજ પૂર્ણ કરેલા ઉપવાસને ફરીથી શરૂ કરવા પર વિચાર કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે, જલ્દી જ કેન્દ્ર સરકારને ઉપવાસની તારીખ અને સ્થાન વિશે જણાવી દેવામાં આવશે. હજારેએ કેન્દ્ર સરકાર દ્વાર લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને આઠ ડિસેમ્બરે ખેડુત સંગઠોનોના ભારત બંધ દરમિયાન ઉપવાસ રાખ્યો હતો. તેમણે સરકારને CACPને સ્વાયતત્તા પ્રદાન કરવા અને સ્વામીનાથ આયોગની ભલામણ લાગૂ કરવામાં નિષ્ફળ રહેવા પર આંદોલનની પણ ચેતવણી આપી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.