છેલ્લાં થોડા દિવસમાં ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે અને ત્યારબાદ સરકાર પણ આ અંગે વિચારવા માટે મજબૂર થઇ ગઇ છે અને સરકાર તરફથી ઘણી વખત ઈલેક્ટ્રીક વાહન નિર્માતાઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેમ છતા ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓ બંધ થઇ નથી.
હવે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. ગુજરાતમાં પ્યોર ઈવીના વધુ એક ઈ-સ્કૂટરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્યોર ઈવીના ઈપ્લૂટો 7જી ઈ-સ્કૂટરમાં ચાર્જિગ દરમ્યાન આગ લાગી છે. ઘટના પાટણ જિલ્લાની સુવિધાનાથ સોસાયટીના એક ઘરમાં ગુરૂવારે ઘટી. વીડિયોમાં સ્કૂટર આગની જ્વાળામાં ઘેરાઈ ગયુ હોય તેવુ દેખાય છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થયાની સુચના નથી. થોડા દિવસો પહેલા પ્યોર એનર્જીના ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. જો કે, અત્યાર સુધી પ્યોર ઈવીએ આગના કારણ અંગે કોઈ નિવેદન જાહેર કર્યુ નથી.
આની પહેલા ચાર અન્ય પ્યોર ઈવી ઈ-સ્કૂટરમાં આગ લાગી હતી. ચોથી ઘટના ગયા મહિને હૈદ્રાબાદથી રિપોર્ટ કરવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે પ્યોર ઈવીએ એપ્રિલમાં 2000 ઈલેક્ટ્રીક સ્કૂટરોને પાછા પણ મંગાવ્યા હતા. પરંતુ હવે ફરીથી તેના સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આની પહેલા ઓલાના ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી ગઇ છે. ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સમાં આગ લાગવી અને વિસ્ફોટ થવાની ઘટનાઓને જોઇને સરકાર ટુ-વ્હીલર્સના વાહનો માટે ઈવી બેટરી ધોરણોને રજૂ કરવાની યોજના બનાવી રહી છે અને ત્યારબાદ ફોર વ્હીલર્સના વાહનો માટે લાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.