રાજકોટમાં હવાલા કાંડમાં ક્રાઈમ બ્રાન્ચનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે અને રાજકોટ જિલ્લાના ઢોલરા વિસ્તારની કરોડોની જમીનની સાટાખત રદ કરવા જામનગરના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં પોલીસ કમિશનરે આ લોકો કહે તેમ સમાધાન ખરી દેવાનું જણાવ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે. વકીલની ઓફિસમાં 3 કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને વકીલની ઓફિસમાં સહી નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.