મૂળ સુરતના વધુ એક ગુજરાતીનીઅમેરિકામાં ગોળી મારી હત્યા થતા ગુજરાતી પરિવારોમાં ભય ફેલાયો છે.સુરતના સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલ ધરાવતા હતા અને 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા અને તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે ઝગડો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી.
આ ઘટના બાદ મોટેલમાં હાજર સ્ટાફ તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા અને જયા 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો હતો અને રૂમનું ભાડું ન આપતો હોવાથી ઝગડો થતા તેણે જગદીશ પટેલને માથામાં ગોળી મારી દીધી હતી. જગદીશભાઇનો પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં રહે છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દોઢ વર્ષ પહેલા પણ આજ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક ઇસમે રૂમના ભાડા મામલે ઝગડો કરી ગોળી મારી હતી અને જેમાં દિલીપનો બચાવ થયો જયારે પત્ની ઉષાબેનનું મોત થયું હતું.અમેરિકામાં પણ લુખ્ખા તત્વો નો ત્રાસ વધ્યો છે, જેમાં ગુજરાતી પરિવારો ટાર્ગેટ થઈ રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.