વધુ એક માઠા સમાચાર: બિપિન રાવત અને 12 શહીદો પાર્થિવ શરીરને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, જાણો શું થયું

હેલિકોપ્ટર ક્રેશના આઘાતમાંથી દેશે હજુ બહાર નથી આવ્યો, ત્યાં વળી પાછા માઠા સમાચાર આવ્યાં છે.

કુન્નુર ક્રેશના શહીદોના પાર્થિવ દેહને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત
સુલુર એરબેસ જઈ રહેલી એમ્બ્યુલન્સના કાફલામાં સામેલ એમ્બ્યુલન્સને અકસ્માત
એમ્બ્યુલન્સને અકસ્માત જાનમાલને નુકશાનની કોઈ ખબર નહીં
પાર્થિવ દેહને સુલુર એરબેઝથી આજે સાંજે દિલ્હી માટે એરલિફ્ટ કરાશે.
કુન્નુર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. રેજિમેન્ટલ સેન્ટરથી શહીદોના પાર્થિવ શરીરને સુલુર એરબેઝ લઈ જવાઈ રહ્યાં હતા ત્યારે કાફલામાં સામેલ એક એમ્બ્યુલન્સના ચાલાકે કાબુ ગુમાવ્યો હતો અને તે પહાડી સાથે અથડાય હતી.

એમ્બ્યુલન્સ અકસ્માતમાં કોઈને ઈજા નહીં

મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં અપાઈ શ્રદ્ધાંજલિ

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મુધુલિયા રાવત અને 11 લશ્કરી કર્મીઓ તથા અધિકારીઓ શહીદ થયા હતા. ઘટના બાદ મૃતકોના શબ વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા હતા. ગુરુવારે સવારે આ મૃતદેહોને પૂરા લશ્કરી સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લવાયા હતા. રેજિમેન્ટલ સેન્યરમાં શ્રદ્ધાંજલિ સભા બાદ આ પાર્થિવ શરીરોને દિલ્હી મોકલાઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.