ભાવનગરના વિપ્ર પરિવારની વધુ એક યુવતી મુસલમાન યુવક સાથે શાદી કરે તે પહેલાં જ ઝડપાઇ ગઇ હતી. મોબાઈલ ઉપર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી હૈદરાબાદમાં રહેતા એક વિધર્મી યુવક સાથે આ યુવતી સંપર્ક માં આવતા ધીરેધીરે યુવાન ની મીઠી મીઠી વાતો માં યુવતી આવી ગઇ અને પ્રેમ થઇ જતા આ યુવતી યુવક સાથે લગ્ન કરવા પોતાના ઘર ના સભ્યો ને જાણ કર્યા વગર પોતાના પ્રેમી ને મળવા હૈદરાબાદ જવા રવાના થઈ ગઈ હતી પણ પોલીસ ની સતર્કતા ને કારણે યુવતી હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ વડોદરા થી ઝડપાઇ જવા પામી છે.
મળતી વિગતો મુજબ હૈદરાબાદમાં રહેતો એક વિધર્મી યુવક ભાવનગરની યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ આ યુવકે યુવતીને હૈદરાબાદ બોલાવતા પોતાના પ્રેમી ને મળવા યુવતી ભાવનગરથી નીકળી ગઈ હતી પણ યુવતી ના પરિવાર ને ખબર પડી જતા પરિવારે ભાવનગરના ડેપ્યુટી મેયર કુમાર શાહનો સંપર્ક કરી લવ જેહાદ ના આ કિસ્સામાં પોતાની પુત્રી ફસાઈ હોવાની વાત કરતા કુમાર શાહ દ્વારા પૂર્વના ધારાસભ્ય વિભાવરી બેન દવેને જાણ કરતા ધારાસભ્યે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે હૈદરાબાદમાંથી યુવક ઝડપી લીધા બાદ યુવતીને વડોદરામાંથી ઝડપી લીધી હતી.
આમ ભાવનગર શહેર ની વધુ એક આવી ઘટના પ્રકાશ માં આવી છે જેમાં હિન્દૂ યુવતીને લલચાવી વિધર્મી યુવક ધર્મપરિવર્તન કરાવી તેની સાથે લગ્ન કરવા માટે ભગાડી જવાની પેરવીમાં હતો અને તેને ઝડપી લીધો હતો યોગાનુયોગ ભાવનગર પોલીસ ટીમ કોઈ અન્ય કેસના કામે હૈદરાબાદમાં જ હતી જેઓ ને ઇંફોર્મ કરી દેવાતા યુવકનો નંબર પોલીસને મળતા પોલીસએ હૈદરાબાદમાંથી યુવકને ઝડપી લઈ પૂછતાછ કરતા લવ જેહાદ નો મામલો સામે આવ્યો હતો અને યુવકે કબૂલ કરતા આખી ઘટનાનો પર્દાફાર્શ થવા પામ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ ની મહેનત આ કેસ માં રંગ લાવી છે નહીંતર યુવતી ની જિંદગી બરબાદ થઈ જાત.
નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં છેલ્લા એકજ મહિનામાં લવ જેહાદની આ ચોથી ઘટના પ્રકાશમાં આવતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.