સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર, અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થયો છે.અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવા ભાવ 17મી તારીખથી લાગુ થશે. અમૂલ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવા દરો અમદાવાદ, ગુજરાત, દિલ્હી, NCR, મુંબઈ અને પશ્ચિમ બંગાળમાં લાગુ થશે જેમાં કંપનીએ જણાવ્યું છે કે અમૂલ ગોલ્ડની 500 ગ્રામની નવી કિંમત હવે 31 રૂપિયા હશે અને જ્યારે અમૂલ તાઝાની 500 ગ્રામની નવી કિંમત 25 રૂપિયા થઈ ગઈ છે આ સિવાય અમૂલ શકિત મિલ્કની નવી કિંમત 500 ગ્રામ માટે 28 રૂપિયા હશે.
કંપનીનું કહેવું છે કે દૂધની ઓપરેટિંગ કોસ્ટ અને પ્રોડક્શન કોસ્ટમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.