પાયલટને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ખૂબ વધારે દાઝી ગયેલ હોવાથી મોત નિપજ્યું હતું
જૈસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે વાયુસેનાનું MiG21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ઘટના સુદાસરી ગામ નજીક બની છે.આ ક્રેશમાં સળગી જવાને લીધે પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિંહાનું મોત થયું છે. એરફોર્સે પણ આ અંગે પુષ્ટી કરી છે.
મળતી માહિતી પ્રમાણે જે જગ્યાએ જેટ તૂટી પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં આવે છે અને પાકિસ્તાન બોર્ડર નજીક છે. આ એરિયા આર્મીના નિયંત્રણ હેઠળ છે. આ સંજોગોમાં ત્યાં જવા માટે કોઈને પરવાનગી આપવામાં આવી નથી.
વિમાન લગભગ 8 વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેનો પાયલટ નિયમિત ઉડાન પર હતો. આ ઘટના જૈસલમેરથી આશરે 70 કિમી દૂર થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ,2021માં પણ બાડમેરમાં એક મિગ-21 વિમાન તૂટી પડ્યું હતું.
જ્યા આ ઘટના બની તે નીમ્બાના ગ્રામીઓએ જણાવ્યું કે ઉડતા વિમાનમાં આગ લાગ્યા બાદ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જ્યારે ગામના અનેક લોકો ત્યાં દોડી આવ્યા તો ઘેરો બનાવી લીધો. આર્મીએ સમગ્ર વિસ્તારને આર્મીને કવર કરી લીધો હતો. ત્યારબાદ કલેક્ટર આશીષ મોદી, એસપી અજય સિંહ, ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ અધિકારી ત્યા પહોંચ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે બોડીના ડ્રેસ પર નેમ પ્લેટ પણ સળગી ગઈ હતી. આ વિમાનને હવામાં જ આગ લાગી ગઈ હતી જેને પગલે પાયલટ પોતાને ઈન્જેક્ટ કરી શક્યા નહીં.
જાણકારી પ્રમાણે વિમાન ક્રેશ થયું ત્યારે જમીન પર ખૂબ જ મોટો ધડાકો થયો હતો. ત્યારબાદ સૌથી પહેલા સ્થાનિક લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું હતું.
જૈસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું હતું કે આજે ભારતીય હવાઈ દળનું MiG-21 એરક્રાફ્ટ સાંજના સમયે ડેઝર્ટ નેશનલ પાર્ટ (DNP)માં તૂટી પડ્યાની માહિતી મળી છે.આ એરક્રાફ્ટે જૈસલમેર એર બેઝ પરથી ઉડ્ડાન ભરી હતી.
દરમિયાન ઈન્ડિયન એરફોર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે સાંજે આશરે 8:30 વાગે MiG-21 એરક્રાફ્ટ તાલીમના ભાગરૂપે વેસ્ટર્ન સેક્ટરમાં ઉડ્ડાન પર હતુ ત્યારે તૂટી પડ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છ અને ઘટનાની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.