મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે અને ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો છે અને નાગરિકોએ હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે અને જ્યારે પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 આજથી મળશે. અમદાવાદમાં પણ એલપીજી હવે 1060માં મળશે.એલપીજી સિલિન્ડરની નવી કિંમતો આજથી લાગુ થશે.
આ ઉપરાંચ પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે અને હવે પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે બુધવારે સવારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને નોંધનીય છે કે પ્રથમ વખત ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે અને જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે અને બુધવારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. નવી દિલ્હીમાં 6 જુલાઈ 2022થી ગેસ સિલિન્ડર લાગુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 22 માર્ચ 2022નાં રોજ રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ ફરીથી 7 મે 2022નાં રોજ રાંધણ ગેસના ભાવમાં રૂ. 50 ફરી એક વખત વધારવામાં કરવામાં આવ્યો હતો અને આ વધારા પછી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.