ટુ વ્હિલર લઈને આવતી મહિલાને સિટી બસે ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું છે. આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે.
News Detail
ટુ વ્હિલર લઈને આવતી મહિલાને સિટી બસે ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું છે. આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે. સુરત સિટી બસના કારણે ફરીથી એક વ્યક્તિનો જીવ ગયો છે. વારંવાર સિટી બસના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે બેદરકારી પૂર્વક બસ ચાલકો બસો ચલાવે છે.
ઉમરા વિસ્તારમાં પાર્લે પોઈન્ટ નજીક જ્યારે મહિલા અને તેમની પૂત્રી ટૂ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અગાઉ સિટી બસના કારણ જૈન સાધ્વીજીને ટક્કર વાગતા પણ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવો શહેરભરમાં વધી રહ્યા છે. ત્યારે આ બનાવોમાં કરુણ મોત નિર્દોશ લોકોના થઈ રહ્યા છે. સુરત તેમજ અમદાવાદ સહીતના વિવિધ મોટા શહેરોની અંદર સિટી બસના કારણે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ગમખ્વાર રીતે શહેરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની વચ્ચે સિટી બસો ચાલે છે.
સુરતમાં ફરી આ પ્રકારે ઘટના સામે આવી હતી જેમાં મહિલાનું મોત નિપજતા પરીવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. માતા પુત્રી જ્યારે ટુ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિટી બસ સામે આવી હતી અને તેના કારણે મોત માતાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે તંત્રએ પણ આ મામલે દરકાર લઈને કોઈ જરૂરી ઠોસ નિર્ણય લેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.