જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, મૂસા બાદ આતંકી સંગઠન સંભાળનારો હામિદ લલ્હારી ઠાર

ભારતીય સુરક્ષા દળોએ અંસાર ગજાવત ઉલ હિન્દુના કમાન્ડર હામિદ લલ્હારીને ઠાર માર્યો છે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. આવંતીપોરાના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અંસાર ગજાવત ઉલ હિન્દુના કમાન્ડર હામિદ લલ્હારીને ઠાર માર્યો છે.

કાશ્મીર ઝોન પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જે ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યો છે તેમના નામ નવીદ તાક, હમીદ લોન ઉર્ફે હામિલ લલ્હારી અને જુર્નેદ ભટ છે. લલ્હારીને મૂસાના મોત બાદથી કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.

અલ-કાયદાના કાશ્મીર એકમ ગજવત ઉલ હિન્દના કથિત પ્રમુખ જાકિર મૂસાને આ વર્ષે મે મહિનામાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. મૂસા દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. મૂસાને પુલવામાના એ વિસ્તારમાં મારવામાં આવ્યો હતો, જ્યાં વર્ષ 2016માં સેનાએ હિજબુલ કમાન્ડર બુરહાની વાનીને ઠાર માર્યો હતો.

અહેવાલો મુજબ, આતંકવાદીઓની હાજરીની ઇન્ટેલિજન્સ માહિતીના આધારે સેના, સીઆરપીએફ અને પોલીસના વિશેષ અભિયાન સમૂહે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોના જવાનોએ વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારોથી તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું. એન્કાઉન્ટર સ્થળથી હથિયાર એન વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મૂસાના ગેંગનો સફાયો

નોંધનીય છે કે, મૂસાની શરૂઆતના 10 આતંકવાદીઓની ટીમમાં હામિદ પણ સામેલ હતો. મળતી માહિતી મુજબ, આ સંગઠનના તમામ લોકો માર્યા ગયા છે. એક પ્રકારે આ સંગઠનનો સફાયો થયો હોવાનું મનાય છે. હમીદ લલ્હારી દક્ષિણ કાશ્મીરના એક ગામનો રહેવાસી હતો. 2017માં એક એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના મોત બાદ હામિદ આતંકની દુનિયામાં સામેલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.