જમ્મુ-કાશ્મીર: આતંકીઓ બન્યા બેફામ,પાક.નો સતત તોપમારો : બે જવાન શહીદ

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન સરહદે દરરોજ ગોળીબાર કરી રહ્યું છે. જેને પગલે ભારતે પણ બે દિવસ પહેલા પીઓકેમાં જે આતંકી કેમ્પો ધમધમી રહ્યા છે તેના પર હુમલો કર્યો હતો અને અનેક આતંકીઓ અને પાક. જવાનોને ઠાર માર્યા હતા. ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ફરી સરહદે ગોળીબાર કર્યો છે જેને પગલે એક ભારતીય મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી અને એક જવાન આ ગોળીબારમાં શહીદ થઇ ગયો છે. બીજી તરફ નૌશેરા સેક્ટરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમા એક સૈન્ય અિધકારી શહીદ થઇ ગયા છે.

ત્રાલ હુમલામાં જૈશના ત્રણ આતંકીઓ ઠાર

દરમિયાનમાં કાશ્મીરના ત્રાલમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના ત્રણ આતંકીને ઠાર કરવામાં સફળતા મળી હતી. પાકિસ્તાને બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં ભારે હિથયારો સાથે ગોળીબાર કર્યો હતો.બીજી તરફ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના પંજાબમાં ડ્રોન જોવા મળ્યું હતું. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારમાં અનેક વખત ડ્રોન વડે જાસુસી તેમજ હિથયારો ઘુસાડવામાં આવી રહ્યા છે. જેને પગલેે પગલે હાલ સરહદે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

કઠુઆમાં પાકિસ્તાનને ભારે ગોળીબાર કર્યો

સરહદે પાકિસ્તાને જે શસ્ત્ર વિરામનો ભંગ કરીને ભારેથી અતી ભારે ગોળીબાર કર્યો તેમાં આ વિસ્તારની આસપાસની જે સ્કૂલો છે તેને પણ અસર થઇ હતી. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે કઠુઆ જિલ્લામાં પાકિસ્તાને ભારે ગોળીબાર કર્યો હતો જેને પગલે આસપાસની સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી.બીજી તરફ પુલવામામાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા આ વિસ્તારમાં સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન આતંકીઓ મળી આવતા સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. દરમિયાન એવા અહેવાલો છે કે બોર્ડર પર 100 પાકિસ્તાની આતંકીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.

સૈન્ય હાઈએલર્ટ પર

આ જાણકારી સૈન્યને મળતા હાલ સરહદે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પીઓકે પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સૈન્ય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તંગધાર વિસ્તારની આસપાસ સ્થિત લોન્ચિંગ પેડની પુરી જાણકારી હતી.અહીં પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારે તોપમારો કરીને આતંકીઓને ઘુસાડવાની કોશીશ જારી છે. પાકિસ્તાન એક તરફ ગોળીબાર કરે છે અને બીજી તરફ આતંકીઓને ઘુસાડી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.