સુરતમાં અસમાજિક તત્વોનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં 3 અસમાજિક તત્વો દ્વારા જાહેરમાં એક યુવક પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. જો કે, જીવલેણ હુમલાને ત્રણ દિવસ થયા છતા હજી સુધી પોલીસ ફરિયાદ નથી થઈ
મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા કેટલાક અસમાજીક તત્વો દ્વારા એક યુવક પર અંગત અદાવત રાખીને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મહત્વનું છે આ સમગ્ર ઘટનના સીસીટીવી સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, જીવલેણ હુમલાને ત્રણ દિવસ થયા છતાં પણ હજી સુધી કોઈ ફરિયાદ જ નોંધાઈ નથી. બીજી તરફ યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હોવાનો આક્ષેપ કરાયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.