આજે આમને-સામને હશે મુખ્યમંત્રી મમતા અને PM મોદી,75 મિનિટના અંતરાલમાં હુગલી જિલ્લામાં બન્નેની રેલી

એક તરફ મમતા બેનર્જી બપોરે 1.30 વાગ્યે તારકેશ્વર વિધાનસભામાં રેલી કરશે, તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદી 2.45 વાગ્યે હરિપાલ વિધાનસભામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જોકે, નબ્ને જ નેતાઓનું ફોકસ તારકેશ્વર પર હશે, જે કોલકાતા શહેરથી 63 કિલોમીટર દૂર એક હિન્દૂ તીર્થ શહેર છે. તારકેશ્વરમાં 6 એપ્રિલે મતદાન થશે

તારકેશ્વર શિવ મંદિર માટે ફેમસ છે, જેને બાબા તારકનાથના નામથી ઓળખવામાં આવે છે. અહીં આખુ વર્ષ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. આ મંદિરનું નિર્માણ 1729માં કરવામાં આવ્યું હતું.

અહીંથી 2019ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીના અપારૂપા પોદ્દાર ભાજપના તપન કુમાર રાયથી માત્ર 1142 મતે જીત્યા હતા. ત્યારે 2016ની વિધાનસભાચૂંટણીમાં ટીએમસીએ તારકેશ્વર બેઠક પર 50 ટકાથી વધુ મત મેળવ્યા હતા.

માનવામાં આવી ર્હયું છે કે, જો ભાજપ બંગાળમાં જીતશે તો સ્વપન દાસગુપ્તા મુખ્યમંત્રી બની શકે છે. દાસગુપ્તા ભલે રાજનીતિમાં નવા છે, પરંતુ તેમના વિસ્તારમાં તેમની ઘણી મજબૂત પકડવા માનવામાં આવે છે. તેઓ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકમાંથી છે.

પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચ અને બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે થઇ ચૂક્યું છે. હવે 6 તબક્કામાં મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ અહીંની 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની 42 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.