જેએનયુમાં (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) થયેલી હિંસા વિરુદ્ધ અનુપર ખેર ગુસ્સે થયા છે. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને દેશવાસીઓને આ તમામ પરિસ્થિતિમાં એક રહેવાની અપીલ કરી છે. જેએનયુમાં હિંસા બાદ જે લોકોએ વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું, તેમને અનુપમ ખેરે આડેહાથ લીધા હતાં. જોકે, તેમણે એમ પણ કર્યું હતું કે આ જ લોકો પહેલાં પણ ઈન્ટોલરન્સ, લિચિંગ, રાફેલ જેવા મુદ્દાઓ પર સરકારની ટીકા કરતાં હતા.
અનુપમ ખેરે વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં કહ્યું હતું, જ્યારે દેશના કેટલાંક લોકો દેશની અખંડિતતાને ભંગ કરવાનો પ્રયાસ કરે તો આપણી ફરજ છે કે આપણે તેમ ના થવા દઈએ. છેલ્લાં કેટલાંક દિવસોથી એવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ લોકો સૌથી વધારે ઈન્ટોલરેન્ટ છે. આ જ કારણથી આપણે સંયમ, દ્રઢતા તથા એકતા સાથે આ લોકોને કહેવાનું છે કે ભારત આપણો દેશ છે, આપણું અસ્તિત્વ છે અને આપણી તાકાત છે. આપણે ક્યારેય તેને ખંડિત થવા દઈશું નહીં. જય હિંદ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.