સુરતના અમરોલી ખાતે રહેતી 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને 18 વર્ષનો યુવાન કિશોરીનું અપહરણ કરી ગયો હતો. જે બાદમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે યુવકને 20 વર્ષની સજા ફટકારી છે.
ગત તારીખ 4 મે, 2020ના રોજ અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતી 14 વર્ષની કિશોરીને તેના બિલ્ડિગમાં રહેતો સંજય સોલંકી નામનો 18 વર્ષનો યુવાન લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભાવનગર ખાતે લઇ ગયો હતો
પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાર્યાયવાહી કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીને 20 વર્ષની સખત કેદ અને 12 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત આવી ઘટનાઓ બની રહી છે ત્યારે આ ચૂકાદો સમાજમાં એક દાખલા સમાન ગણવામાં આવશે. નાની બાળકીઓ પર બળજબરીથી કે પછી પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરનારાઓ નરાધમોમાં ડર પેશે તે ખૂબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.