વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 69મી આવૃત્તિ મારફત દેશને સંબોધન કરતાં ફરી એક વખત કોરોના મહામારીનો ઉલ્લેખ કર્યો. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં આખી દુનિયા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આ સંકટે પરિવારોને જોડવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણા ગામ આત્મનિર્ભ ભારતનો આધાર છે. તે મજબૂત હશે તો આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત હશે.
સંસદમાં તાજેતરમાં પસાર થયેલા કૃષિ બિલોની તરફેણ કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે ગામના ખેડૂત સ્વીટ કોર્ન અને બેબી કોર્નની ખેતીથી અઢીથી ત્રણ લાખ પ્રતિ એકરની વાર્ષિક કમાણી કરી રહ્યા છે. આ ખેડૂતો તેમના શાકભાજી-ફળ દેશમાં ક્યાંય પણ, કોઈને પણ વેચવાની શક્તિ ધરાવે છે અને આ તાકત જ તેમની પ્રગતિનો આધાર છે.
હરિયાણાના એક ખેડૂત ભાઈએ મને કહ્યું કે એક સમય હતો જ્યારે તેમને એપીએમસીની બહાર તેમના શાકભાજી અને ફળ વેચવામાં મુશેકલી પડતી હતી, પરંતુ 2014માં શાકભાજી અને ફળને એપીએમસી એક્ટની બહાર કરી દેવાયા, તેનો તેને અને આજુબાજુના સાથી ખેડૂતોને ઘણો લાભ થયો. આપણા ત્યાં કહેવાય છે કે જે જમીન સાથે જેટલો જોડાયેલો હોય છે, તે મોટા-મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત, આપણા ગામ આત્મનિર્ભર ભારતનો આધાર છે.
છેલ્લા કેટલાક સમયમાં આ ક્ષેત્રોને અનેક પ્રતિબંધોથી આઝાદ કરાયું છે, અનેક માન્યતાઓ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ શહિદ વીર ભગતસિંહને યાદ કરતાં કહ્યું હતું કેત 28મી સપ્ટેમ્બરે આપણે શહિદ વીર ભગતસિંહની જયંતી મનાવીશું. હું સમસ્ત દેશવાસીઓને સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહિદ વીર ભગતસિંહને નમન કરૂં છું. શહિદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે વિદ્વાન અને વિચારક પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.