કોરોનાના ભય લોકોમાં ઘર કરી ગયો છે. નાની મોટી ખાંસી, તાવ, શરદી પણ લોકોને ડરાવી રહ્યા છે. આ સિવાય સીઝનલ બીમારીના કારણે પણ લોકો ગળામાં ઈન્ફેક્શન અને શરદી ખાંસીની સમસ્યાથી પરેશાન રહે છે. સાથે એવું હોય તો તમે આયુર્વેદિક ઉકાળાની મદદ લઈ શકો છો.
ઉકાળો બનાવવા તમારે જે સામગ્રીની જરૂર રહે છે તેમાં તમે 1 ગ્લાસ પાણી, 8-10 તુલસીના પાન, 2-3 લવિંગ, 1-2 તજની ડંડીઓ, અડધી ચમચી હળદર, 2 ચમચી મધ લેવાનું રહેશે
સૌ પહેલા તુલસીના પાન, તજ, લવિંગ, હળદરને સારી રીતે પીસી લો. આ પેસ્ટને એક પેનમાં શેકીને અલગ કાઢી લો, હવે પેનમાં પાણી ઉમેરો. તેમાં આ પેસ્ટને મિક્સ કરીને ઉકાળો. 15-20 મિનિટ બાદ ગેસ બંધ કરો. આ પાણીને ગાળીને એક કપમાં કાઢી લો. સ્વાદ વધારવા માટે તેમાં મધ મિક્સ કરી લો.
જો તમે ગળામાં ખરાશ અનુભવો છો કે પછી સામાન્ય શરદી કે ખાંસી અનુભવો છો તો તમે આ ઉકાળાને રોજ 2-3 વાર પીઓ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.