જામફળનાં પાન દાંતનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ છે. જામફળનાં પાનને ધોઈ સારી રીતે ચાવો.
દાંતમાં દુખાવાથી રાહત મેળવવા લસણની કળીઓને ચોળીને ચાવો. આ કળીઓને એ દાંતથી ચાવો, જ્યાં દાંતનો દુખાવો થાય છે.
અડધી ચમચી મીઠું લઈ તેમાં પાંચ-છ ટીપાં સરસવનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણથી દાંતમાં મસાજ કરો.
બ્રાન્ડી પણ દાંતનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
ત્રણ-ચાર ચપટી હિંગ લો અને તેમાં ત્રણ-ચાર ટીંપાં લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી દાંત પર મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.