બે-ત્રણ અઠવાડિયા સુરત શહેર માટે ખાસ સાવચેત રાખવાની જરૃર છે : સપ્તાહ બાદ કેસનો ગ્રાફ ડાઉન થશે
સુરત શહેરમાં કોરોનાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે, તેને લઇને આજે આરોગ્ય સચિવે જણાવ્યુ હતુ કે આપણે કોરોનાના સંક્રમણ વધવાના અંતિમ તબક્કામાં છે. આગામી બે-ત્રણ અઠવાડિયા સુરત શહેર માટે ખાસ સાવચેતી રાખવાની જરૃર છે.
સુરત શહેર અને જિલ્લા થઇને કોરોનાનો સૌથી વધુ 308 કેસો આજે નોંધાતા જ સુરતમાં છેલ્લા અઠવાડિયાથી ધામા નાંખનાર આરોગ્ય સચિવ જયતિ રવિએ જણાવ્યુ હતુ કે અત્યારે મોટોભાગના લોકો માસ્ક પહેેરે છે. પરંતુ આપણી પરિસ્થિતિ હજુ બે-ત્રણ અઠવાડિયા માટે વેરી કેરફુલ છે. આ રોગથી ગભરાવવાની જરૃર નથી. સાવચેત રહીએ,
સજ્જ રહીએ અને સજાગ રહેવુ જરૃર છે. સાથે જ હાઇબ્લડ પ્રેશર, હાઇ સુગર, મોટાપા ધરાવનારાઓમાં મૃત્યુદર વધુ હોવાથી તેમની ખાસ કાળજી રાખવાની જરૃર છે.
કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યુ છે. તે જોતા હજી બે-ત્રણ અઠવાડિયાની વાર છે. આપણે બિલકુલ ધીરજ સાથે નિયમોનું પાલન કરીએ તો કોરોનાનો જે ગ્રાફ પહેલા એકદમ વધતો હતો તે ડાયમંડ યુનિટ બંધ કરવાથી કન્ટેન્ટમેન્ટ વધારવાથી ચોક્કસપણે ફેર પડયો છે. કોરોનાના ગ્રાફની રફતાર ઉપર ચઢવાની ઘટી રહી છે. જો કે કેસો તો વધી જ રહ્યા છે. પરંતુ હવે સપ્તાહ બાદ ગ્રાફ ડાઉન થશે. આપણે કોરોનાના લાસ્ટ એટલેકે અંતિમ ચરણમાં છીએ એવુ આપણે કહી શકીએ. પરંતુ બધાનું ઇન્વોલમેન્ટ, કોરોનાની ગાઇડ લાઇનનુ સંપૂર્ણ પાલન અત્યંત જરૃરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.