આપણે ગર્વથી કહી શકીએ કે કૌભાંડ અને ગોટાળાનો સમય જતો રહ્યો છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય સમ્મેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પહેલા ગૃહમંત્રીના રુપમાં સરદાર પેટેલે આવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની નીતિમાં નૈતિકતા હોય. જો કે બાદના દશકોમાં કંઇક અલગ જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું. હજારો કરોડોના કૌભંડો, શેલ કંપનીઓની જાળ, ટેક્સ ચોરી વગેરે ઘણા વર્ષો સુધી ચર્ચાનું કેન્દ્ર રહ્યું. જ્યારે 2014માં દેશના લોકોએ મોટા પરિવર્તનનો નિર્ણય કર્યો ત્યારે સૌથી મોટો પડકાર આવા વાતાવરણને બદલવાનો હતો.

વિતેલા કેટલાક વર્ષોથી ભારત ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરેન્સ સાથે આગળ વધી રહ્યું છે. 2014થી લઇને અત્યાર સુધીમાં અનેક ક્ષેત્રોમાં આ માટેના સુધારા થયા છે. ભ્રષ્ટાચાર માત્ર અમુક રુપિયાની વાત નથી, પરંતુ ભ્રષ્ટાચાર દેશના વિકાસને અવરોધે છે. વડાપ્રધાને કહ્યું કે ભ્રષ્ટાચારનો વંશવાદ આજે સૌથી મોટો પડકાર છે. ભ્રષ્ટાચાર કર્યા બાદ પર્યાપ્ત સજા ના મળતા આવનારી પેઢીને ભ્રષ્ટાચાર કરવાનું પ્રોત્યાહન મળે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે ડીબીટીના માધ્યમથી ગરીબોને મળનારો લાભ 100 ટકા તેમના સુધી પહોંચી રહ્યો છે. આપણે આજે ગર્વ સાથે કહી શકીએ છીએ કે કૌભાંડો અને ગોટાળાના સમયને આપણે પાછળ છોડી ચુક્યા છીએ. આજે નાગરિકોનો સરકાર ઉપર વિશ્વાસ વધ્યો છે. નાગરિકોના જીવનને સરળ બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.