એપ પર પ્રતિબંધ મૂકાવાથી બાવડા ફૂલાવવાની જરૂર નથી, ભારતની અધધ 49 અબજની ચીન સાથેની વેપારી ખાધ

– ભારતની ચીનથી આયાત 65 અબજ ડોલરની અને નિકાસ માત્ર 16 અબજ ડોલર!
– ભારત અત્ર.. તત્ર.. સર્વત્ર ચીન પર નિર્ભરઃ ઓટોમોબાઇલ, ટીવી, ફાર્મસી, મેડિસિન, કેમિકલ, સ્ટાર્ટઅપ પર પ્રભાવ

કેન્દ્ર સરકારે ચીનની 59 એપ પર ભારતમાં પ્રતિબંધ જાહેર કર્યો તેમાં તો જાણે ભારતે ચીનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેવી હવા ઉભી કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે પણ એજન્સી દ્વારા જે સેટેલાઇટ તસવીરો મળી છે તે પ્રમાણે તો ચીન ભારતની અંકુશરેખામાં 4૦૦ મીટરથી વધુ પૂર્વ લડાખમાં ગલવાનમાં ઘૂસી ચૂક્યું છે. ભારતે ચીન પર સરહદે જવાબ આપવાની જગાએ ચીનની ‘એપ’ પર આક્રમણ કર્યું છે.

જો કે વાસ્તવિકતા એ છે કે ભારત તેના ઓટો, ફાર્મસી, મેડિસિન, કેમિકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટસ અને સ્ટાર્ટઅપમાં ચીન પર એ હદે નિર્ભર છે કે ચીન પર પ્રતિબંધ ફરમાવે તો આ ઉદ્યોગો જ કટોકટીમાં આવી જાય તેમ છે.

ભારત ચીન પાસેથી 65 અબજ ડોલરની આયાત કરે છે જ્યારે ભારતની ચીનમાં નિકાસ 16 ડોલર જ છે. આમ વેપારી ખાધ 49 અબજ ડોલરની કહી શકાય. ચીનની આયાતનો પ્રતિબંધ મૂકીએ તો વિકલ્પ શું?

ચીનના ફોન, ટીવી, ગેજેટ્સ ન લઇએ તો ભારતીયો પાસે વિકલ્પ જ નથી, ભારતની સ્ટાર્ટ અપમાં ચીનનું રોકાણ ખેંચી લેવાય તો ભારતના કોઇ રોકાણકારો આવે ખરા? વળી 88 સ્ટાર્ટ અપ તો મોદી સરકારના 2૦15થી 2૦19માં ચીન જેવા રોકાણથી શક્ય બન્યા છે જેમાં 3૦ના ટોચના સ્ટાર્ટઅપમાંથી 18માં ચીનનું રોકાણ છે. ચીનનો ભારતના ઉદ્યોગો પરનો પ્રભાવ જોવા જેવો છે.

મોબાઇલ ફોન બજારમાં ચીનનો 76 ટકા હિસ્સો
શાઓમી (ચીન) – 31%
વિવો (ચીન) – 21%
ઓપો(ચીન) – 11 %
રીયલમી (ચીન) – 13 %
સેમસંગ (દ.કોરિયા) – 16 %
અન્ય ૦8 %

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.