ચીને ભારતને ધમકી આપી હતી કે 59 એપ હટાવાના મુદ્દે ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ) માં ફરિયાદ કરશે. ડબલ્યુટીઓએ વૈશ્વિક વેપાર સંગઠન છે અને વિશ્વના દેશો એક-બીજા સાથે વેપાર કરી શકે એટલા માટે ડબલ્યુટીઓએ કેટલાક નીતી-નિયમો ઘડયા છે.
એ પ્રમાણે કોઈ દેશ વાજબી કારણ વગર અન્ય દેશના વેપાર પર પ્રતિબધ મુકી શકે નહીં. જોકે ભારતે ચીનને યાદ અપાવ્યું હતું કે ચીનમાં જ ઈન્ટરનેટ પર અને અનેક પરદેશી એપ પર પ્રતિબંધ છે. એ ચીન ક્યા મોઢે ભારતના પ્રતિબંધો સામે વાંધો ઉઠાવાની વાત કરે છે?
બીજી તરફ ભારત સરકારની સૂચના પછી ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરે તમામ 59 એપ પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી હતી. ભારત સરકારના આદેશ પછી ટિકટોકે તો ભારતમાં તેની કામગીરી બંધ જ કરી દીધી છે. ટિકટોકે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે સરકારના આદેશ સામે કોર્ટ કેસ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.
ચીની વેપાર મંત્રાલયના પ્રવક્તાએ ભારતના પ્રતિબંધ મુદ્દે કહ્યું હતું કે ચીને ભારતની કોઈ ચીજો પર પ્રતિબંધ મુક્યો નથી. ભારતે જે પ્રતિબંધ મુક્યો છે, તેના પર ફેરવિચારણા કરી હટાવી લે તો સારી વાત છે. બીજી તરફ એ હીકકત જાણીતી છે કે ગૂગલ કે ફેસબૂક સહિતની જગવિખ્યાત કંપનીઓ પર ચીનમાં અનેક પ્રકારના પ્રતિબંધો છે. ચીને પરદેશી ઈન્ટરનેટ કંપનીઓથી બહુ પહેલેથી અંતર રાખ્યું છે.
અત્યારે દેખાય એ જ ચીનનું અસલી સ્વરૂપ છે : ટ્રમ્પે મેણું માર્યું
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ચીનને મેણું માર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે અત્યારે જે રીતે ચીન આક્રમક દેખાય છે,એ તેનું અસલ સ્વરૂપ છે. ભારત ચીનને ભારે પડી રહ્યું છે, માટે ચીન ધમપછાડા કરી રહ્યું છે. પણ હકીકત એ છે કે અત્યાર સુધી ચીન શાંતિ જાળવતું હતું એ દંભ હતો, તેનો અસલ સ્વભાવ તો ઝઘડાખોર છે.
આ વાત જોકે ટ્રમ્પે સીધી કહી ન હતી, પરંતુ તેમના પ્રવક્તાએ ટ્રમ્પ વતી રજૂ કરી હતી. તેમના કહેવા પ્રમાણે ચીનમાં જેનું શાસન ચાલે છે એ કમ્યુનિસ્ટ પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સબંધ ઈચ્છતી નથી. વ્હાઈટ હાઉસના અિધકારીઓએ એમ પણ ઉમેર્યું હતું કે આ સંજોગોમાં ભારતને કઈ રીતે મદદ કરી શકાય એ અંગે અમારી વિચારણા ચાલુ જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.