ઇન્ડિયન એરફોર્સમાં 317 જગ્યા પર આવી વેકેન્સી, 30 ડિસેમ્બર, 2021 સુધીમાં અપ્લાય કરો..

ઈન્ડિયન એરફોર્સે ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ફ્લાઈંગ બ્રાન્ચ અને પર્મેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ઓફિસરની જગ્યા માટે અરજી માગી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે IAFની ઓફિશિયલ વેબસાઈટ afcat.cdac.in પર અપ્લાય કરી શકે છે. આ જગ્યા પર અપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર સુધીની છે

પ્રોસેસ શરૂ થયાની તારીખ: 1 ડિસેમ્બર, 2021

અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર, 2021

જરૂરી લાયકાત:

લોજિસ્ટિક્સ: ઉમેદવાર માન્ય સંસ્થામાંથી 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ.

ફ્લાઈંગ બ્રાન્ચ: ઉમેદવાર 50% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ 12 પાસ હોવા જોઈએ. તેમજ માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે BE/B Techની ડિગ્રી પણ હોવી જોઈએ.

ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચ: ઉમેદવાર ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ 12 પાસ હોવા જોઈએ. માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે BE/B Techની ડિગ્રી પણ હોવી જોઈએ.

ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચ એડ મિનિસ્ટ્રેશન: ઉમેદવાર કોઈ પણ માન્ય સંસ્થામાંથી 50% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ હોવો જોઈએ

અરજી કરનાર એપ્લિકેશન ફી માટે 250 રૂપિયા ભરવા પડશે. આ માટે કોઈ ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવામાં નહીં આવે.

કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ઓફિસર્સ ઇન્ટેલિજન્સ રેટિંગ ટેસ્ટ અને પિક્ચર પર્સેપ્શન એન્ડ ડિસ્કશન ટેસ્ટ, સાઈકોલોજિકલ ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન/ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવે છે.

શુ હોય છે સેલરી..

ફ્લાઈંગ ઓફિસર: 56, 100 રૂપિયાથી 1,77,500 રૂપિયા
પે લેવલ: 10

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.