રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હોવાના વાયરલ થઈ રહેલા અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા પરેશ ધાનાનીએ આ અહેવાલોનુ ખંડન કરતુ ટ્વિટ કર્યુ છે.
ધાનાનીએ ટ્વિટમાં કહ્યુ છે કે, અપ પ્રચારથી આઘા રહેજો, હાલમાં કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યે રાજીનામુ આપ્યુ નથી. કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય પક્ષ છોડવા માંગતો નથી.
આ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા સુપરત કર્યા હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસનુ કહેવુ છે કે, એક પણ ધારાસભ્યોનુ રાજીનામુ અમને મળ્યુ નથી.
રવિવારના કારણે કોંગ્રેસની ઓફિસ બંધ છે પણ કોંગ્રેસના ત્રણ ઈ મેઈલ એકાઉન્ટ પર પણ ધારાસભ્યના રાજીનામાના કોઈ મેસેજ નથી તેવુ કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનુ કહેવુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.