ધોલેરામાં બનનારા ન્યૂ ગ્રીન ફિલ્ડ એરપોર્ટને વિકસાવવાના પ્રોજેક્ટને હવે વેગ મળશે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCA) એ અમદાવાદ નજીક ધોલેરા ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસના પ્રથમ તબક્કાની દરખાસ્તને મંજૂરી આપી છે. તેના પર પ્રથમ તબક્કામાં 1305 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 1712 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપી.
મંત્રીએ જણાવ્યું કે એરપોર્ટનું નિર્માણ ચાર વર્ષમાં પૂર્ણ થશે. તે વર્ષ 2024-25 થી કાર્યરત થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે વર્ષ 2016માં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પોલિસી હેઠળ ધોલેરા ખાતે એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને આ માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ એરપોર્ટ 1501 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવશે.
ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે પ્રથમ તબક્કામાં 4 ઈ-ટાઈપ એરક્રાફ્ટ માટે 3200 મીટર લાંબો રનવે બનાવવામાં આવશે.અને બીજા તબક્કામાં આ રનવેને 3800 મીટર સુધી લંબાવવામાં આવશે. ત્રીજા તબક્કામાં બીજો રનવે તૈયાર થશે.
રાજ્ય સરકારે આ એરપોર્ટના વિકાસ માટે વર્ષ 2012માં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (DIACL)ની સ્થાપના કરી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ધોલેરા એરપોર્ટ માટે 51 ટકા શેર મૂડી ધરાવશે.અને ગુજરાત સરકાર 33 ટકા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ટ્રસ્ટ (NICDIT) 16 ટકા હિસ્સો ધરાવે છે.
ધોલેરા ખાતેનું ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટ વર્ષ 2025-26 થી કાર્યરત કરવાનું આયોજન છે. શરૂઆતમાં દર વર્ષે 3 લાખ મુસાફરો આ એરપોર્ટનો ઉપયોગ કરવાનો અંદાજ છે. આગામી 20 વર્ષના ગાળામાં વાર્ષિક 23 લાખ મુસાફરોને ફાયદો થવાની અપેક્ષા છે.અને 2025-26 થી, દર વર્ષે 20,000 ટન નૂર પરિવહનનો પણ અંદાજ છે જે 20 વર્ષના સમયગાળામાં વધીને 2,73,000 ટન થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.