વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઈન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપી દેવાઈ છે અને આ યોજના પાછળ આશરે 12000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે તેમજ બીજા તબક્કામાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, યુપી, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10,750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ કરાશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાનું કામ નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 વચ્ચે થશે. તેની પાછળ 33 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે અને બાકી રાજ્ય પોત-પોતાના હિસ્સાનો ખર્ચ કરશે. 10,142 કરોડ રૂપિયાના પહેલા તબક્કાનું લગભગ 80 ટકા કામ પૂરું થઈ ગયું છે આ ઉપરાંત કેબિનેટે ભારત-નેપાળ વચ્ચે મહાકાળી નદી પર ધારચુલામાં પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ઉત્તરાખંડની સાથે જ નેપાળના લોકોને પણ ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.