ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ વિવાદના કારણે સતત તંગદિલી વધી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. જેમાં ટિકટોક, હેલો, UC બ્રાઉઝર, લાઈકી જેવી એપ્સ સામેલ છે. સરકારના આ નિર્ણયને દેશભરથી સમર્થન પણ મળી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર આ એપ્સ જ નહીં પણ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ ચીની કંપનીઓનું મોટું રોકાણ છે.
એક ડેટા અને એલાલિસ્ટિક્સ ફર્મના આંકડા મુજબ, ચાર વર્ષોમાં ભારતીય સ્ટાર્ટઅપમાં ચીનના રોકાણમાં 12 ગણો વધારો થયો છે. 2016માં આ ભારતીય સ્ટાર્ટઅપમાં ચીનની કંપનીઓનું રોકાણ 381 મિલિયન અમેરિકી ડોલર(લગભગ 2,800 કરોડ રૂપિયા) હતું જે 2019માં વધીને 4.6 બિલિયન ડોલર(લગભગ 32 હજાર કરોડ રૂપિયા) થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારતની કેટલીક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. જેમાં સ્નેપડીલ, સ્વિગી ઉડાન, ઝોમેટો, બિગ બાસ્કેટ, બાયજૂ, ડેલહીવેરી, ફ્લિપકાર્ટ, હાઇક, મેકમાયટ્રિપ, ઓલા, ઓયો, પેટીએમ, પેટીએમ મોલ, પોલિસી બજાર પ્રમુખ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના 24 ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી 17 સ્ટાર્ટઅપમાં ચીનની અલીબાબા અને ટેસેન્ટ જેવી કંપનીઓ કોર્પોરેટ રોકાણ કરી રહી છે. અલીબાબા અને સહયોગી કંપનીઓએ પેટીએમ, સ્નેપડીલ, બિગ બાસ્કેટ અને ઝોમેટોમાં લગભગ 2.6 બિલિયન ડોલર લગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.