એપ્રિલ મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? ગરમી, વરસાદ, કરાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather April Forecast : અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ

અમદાવાદ: ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. જોકે, છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન એકથી બે ડિગ્રી ગગડી પણ રહ્યુ છે. ત્યારે આજે આપણે જોઇએ કે, આજથી શરૂ થતા એપ્રિલ મહિના માટે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની કેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ છે.

અંબાલાલ પટેલે  સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, એપ્રિલ મહિનાની શરુઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે. 1થી 3 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત 6થી 8 એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 8અને 9 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે.

હવામાન નિષ્ણાતે એમ પણ આગાહી કરી છે કે, 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 20મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે અને 26 એપ્રિલ પછી દેહ દઝાડતી ગરમી પડશે. ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રીથી વધારે નોંધાશે. મધ્યગુજરાતના ભાગોમાં 43 ડિગ્રીથી વધુ, ઉત્તર ગુજરાતાના ભાગોમાં 43 ડિગ્રી જેટલું, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, મે મહિનામાં તો લૂ ચાલશે. 10-11 મેથી ગરમી આકરી પડશે. 24 મેથી જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે. આ દરમિયાન અરબ સાગરમાં હલચલના કારણે કદાચ ચક્રવાત થઇ શકે આ સાથે બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઇ શકે. એટલે 10-11 મે મહિના બાદ ચક્રવાત થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગરમીનું પ્રમાણ વધશે અને આંધીનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, એપ્રિલ મેમાં ગુજરાતના અનેક ભાગોમાં કરા અને આંધી વંટોળ થશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આની અસર થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ સાથે કરા પડશે. પ્રિમોનસુન એક્ટિવિટી કરા અને આંધી વંટોળ સાથે થશે. જે લાભદાયી પણ છે. મે માસમાં ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસાનો વરસાદ પણ સારો થવાનો રહેશે. આ વખતે ચોમાસાની શરૂઆત અને પાછળનું ચોમાસું પણ સારું થશે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.