એપ્રિલ ફૂલ બનાવનારા લોકો ચેતજો! કોરોનાના ડર વચ્ચે સુરત કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે બીજી બાજુ આજે એપ્રિલ મહિનાનો પહેલો દિવસ છે, જેના કારણે સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. એપ્રિલ ફૂલના મેસેજો વાયરસ થતા કોરોના વાયરસના ડરના માહોલમાં તેની વિપરીત અસર પડે નહીં તેના માટે સુરત કમિશનરે આગમચેતી પગલાં ભર્યા હતા અને એક જાહેરનામું બહાર પાડી દીધું હતું.

સુરત કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોના અને એપ્રિલ ફૂલના મેસેજ વાયરલ કરશે તો તેની ગંભીર નોંધ લેવામાં આવશે. જેથી કોઈપણ રીતે ખોટી અફવાહ ન ફેલાવવા માટે અપીલ કરી છે. તેમ છતાં અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

બીજી બાજુ રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારીને જોતા હાલ સોશિયલ મીડિયા પર એક અભિયાન છેડવામાં આવ્યુ છે જેમાં 1લી એપ્રિલે કોઈને પણ એપ્રિલ ફુલના મેસેજ નહીં કરવા કે કોઈને એપ્રિલ ફુલ નહીં બનાવવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના લીધે જ્યાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આગળ શું થશે એની ચિંતામાં ગરક છે. સ્કૂલ, કોલેજ, વ્યવસાય બંધ છે ત્યાં મજાક નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવવા માટે પોલીસ અધિકારીઓ અને પીઆઈ સાથે રૂબરૂ મિટિંગને બદલે પોલીસ કમિશનરે વીડિયો કોફરન્સથી મિટિંગ લેવાનું શરૂ કરી છે. જેમાં સવારનો સમય નક્કી કરાયો છે. પોલીસ અધિકારીઓ અને પીઆઈના મોબાઇલમાં સોફટવેર થકી લિંકના માધ્યમથી કનેકટ થઈ પોલીસ કમિશનર વિડીયો કોફરન્સ કરે છે. ગુજરાત પોલીસવડા અને સરકાર તરફથી જે કંઈ સૂચનો મળ્યા હોય છે તે બાબતે ઓનલાઇન કોફરન્સમાં ચર્ચાઓ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.