મોહદીસે આઝમ મિશન સમગ્ર વિશ્વ માં કામ કરતી સંસ્થા છે જેની સમગ્ર ભારત માં પણ શાખાઓ છે
મિશન ની તમામ શાખાઓ હસન અશકરી ના આદેશ થી ભારત માં હાલ માં કોઈ પણ જાત ના ભેદભાવ વગર સખત મહેનત થી સેવા કર્યો કરી રહી છે
જનતા કરફ્યુ નું એલાન થયું તે દિવસ થી મિશન લોકો ની સેવામાં વ્યસ્ત છે
જનતા કરફ્યુ ના દિવસે બપોરે મિશનને ધ્યાન માં આવતા હોસ્પિટલ્સ માં જઈ ને 500 કપ ચા બિસ્કિટ અને રાત્રે 300 માણસો ને ટિફિન દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું, હોસ્પીટલમાં માં લોકો ભૂખ થી બેહાલ હતા પૈસા હોવા છતાં પણ ખાવાનું મળતું ન હતું જ્યારે મિશન ના મેમ્બર્સ જમવાનું લઈ ને પહોચ્યા ત્યારે લોકો એ ખૂબ દુવાઓ આપી હતી મિશન સતત કોઈ પણ જાત ના ભેદભાવ વગર તમામ લોકો ને રોજે રોજ જમવાનું મફત પહોચાડી રહી છે
મોડાસા શહેરમાં કોઈ પણ ધર્મ ના લોકો માટે જમવાનું પૂરું પાડવાનું કામ મિશન કરી રહી છે
જ્યાં પણ જરૂર જણાય ત્યાં કાર્યકરો પહોચી ને ભૂખ્યા ને ખાવાનું ખવડાવી રહયા છે
લોકડાઉન ના કારણે મજદૂર વર્ગ ચાલતો નીકળી પડ્યો છે તે મજદૂરો માટે પણ દિવસ રાત નાસ્તો અને ચા પહોચાડવામા આવી રહી છે
આજ સુધી માં 3000 થી વધારે ટિફિન અને 200 થી વધારે પરિવારો ને રાશન મિશન પૂરું પાડી ચુકી છે
અને પરિસ્તીથી સામાન્ય ન થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવા મિશન કટિબદ્ધ છે
મોડાસા મામલતદાર સાહેબ પણ મિશન ની મુલાકાત લીધી હતી અને મિશન ના રિલીફ કર્યો થી પ્રભાવિત થયા હતા અને તારીફ કરી હતી
મિશન ના સરપરસ્ત સૈયદ હસન અશકરી સાહેબ કહે છે કે મિશન હોય અને કોઈ ભુખ્યુ સુઈ જાય તો મિશન નો ધ્યેય પ્રાપ્ત થતો નથી
આ ધ્યેય ને પરિપૂર્ણ કરવા માટે મિશન ના સિપાહીઓ કોઈ જાત કે ધર્મ ના ભેદભાવ વગર ટિફિન રાશનકીટ, ચા ,બિસ્કિટ અને નાસ્તો પહોચાડી રહ્યા છે
અત્યાર સુધી માં મિશન હજારો લોકો ને ખાવાનું પૂરું પાડી ચુકી છે
એમ મિશન ના મીડિયા પસઁન તરીકે અશરફી એ જણાવ્યું હતું
મિશન દ્વારા લોકડાઉન ને સફળ બનાવવા અપીલ કરતા મોટા હોર્ડિંગ્સ પણ સમગ્ર શહેર માં લગાવવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.