અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.
‘ક્યાર’ વાવાઝોડાના પગલે દરિયામાં તીવ્ર મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તેના થકી નુકસાની પણ સામે આવી રહી છે. ઉનાના સૈયદ રાજપરા નજીક દરીયામાં બે બોટે જળ સમાધી લીધી છે. જો કે સદનસીબે અન્ય બોટના ખલાસીઓએ બચાવ કામગીરી કરી બોટના ખલાસીઓનો બચાવ કર્યો હતો. દરિયાનું પાણી બોટમાં ભરાતા બોટે જળસમાધી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.