રાજકારણમાં જેટલી નવી ઘટના બને એટલી ઓછી. હાલમાં જ એક ઘટના બની કે જેનાં ભાજપના નેતાજી પર લોકોએ હુમલો કર્યો અને લાતોનો વરસાદ કર્યો. નેતાજીને એવા લમધાર્યા કે સીધા ઝાડીમાં જઈને પડ્યાં. તેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા ભાજપના એક ઉમેદવાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઘટના નડિયા જિલ્લાના કરીમપુર મત વિસ્તારની છે. એક વીડિયોમાં ભાજપના ઉમેદવાર જય પ્રકાશ મજુમદારને કેટલાક સ્થાનિક લોકોએ થપ્પડ મારીને લાતો મારી હતી.
કેસરી સાફો ધારણ કરેલા નેતાજીને લાતો મારીને રસ્તાની બાજુની ઝાડીમાં ધકેલી દીધા હતા. રાજ્યમાં પેટા-ચૂંટણીઓ નજીક આવે એટલે ભાજપના ઉમેદવાર મતદાન મથકોના ચક્કર લગાવતા પર હતા. નેતાજી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બૂથમાં સંડોવણી કરવામાં આવી રહી છે. નેતાએ હુમલાખોરોને ટીએમસીના કાર્યકરો તરીકે ઓળખાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.